પ્રતિકાત્મક તસવીર (istockphoto)

રાજસ્થાનમાં અનેક કેસોમાં વોન્ટેડ ડ્રગ્સ સ્મગલર સુનીલ યાદવની કેલિફોર્નિયાના સ્ટોકટન શહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હિસ્સો ગણાતા ગેંગસ્ટર રોહિત ગોદારાએ સુનીલ યાદવની હત્યાની જવાબદારી સ્વીકારી સ્વીકારી હતી. સુનીલ યાદવ એક કુખ્યાત દાણચોર હતો જે પાકિસ્તાનના માર્ગે ભારતમાં ડ્રગ્સ લાવતો હતો. થોડા વર્ષો પહેલા રૂ.300 કરોડના ડ્રગ્સ કન્સાઇનમેન્ટમાં તેનું નામ ખુલ્યું હતું.

ગેંગસ્ટાર રોહિત ગોદારાએ જણાવ્યું હતું કે સુનીલ યાદવે પંજાબ પોલીસ સાથે કામ કરીને અમારા ભાઈ અંકિત ભાદુને એન્કાઉન્ટરમાં માર્યો હતો. અમે તેનો બદલો લીધો છે. અંકિત ભાદુના એન્કાઉન્ટરમાં મૃત્યુમાં સામેલ હોવાની બાબત બહાર આવી ત્યારે તે દેશ છોડીને ભાગી ગયો હતો. અમેરિકામાં તે અમારા ભાઈઓ વિશે માહિતી આપતો હતો.

સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનીલ યાદવ બે વર્ષ પહેલા રાહુલ નામના નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને યુએસ ભાગી ગયો હતો.મૂળ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના અબોહરનો વતની સુનીલ યાદવ એક સમયે લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારાના નજીકના તરીકે સાથીદાર તરીકે જાણીતો હતો, પરંતુ અંકિત ભાદુની હત્યાથી તેઓ તેમની વિરુદ્ધ થઈ ગયાં હતાં.

LEAVE A REPLY