ઈલોન મસ્ક એક દિવસ અમેરિકાના પ્રેસિડન્ટ બનશે કે નહીં તેવા સવાલના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નિયમો તરફ ઈશારો કરીને જણાવ્યું હતું કે મસ્ક ક્યારેય અમેરિકાના પ્રેસિડન્ટ બની શકે નહીં.
ટ્રમ્પે એરિઝોનાના ફીનિક્સમાં રિપબ્લિકન સંમેલનમાં જણાવ્યું હતું કે ‘હું તમને એ જણાવી શકું છું કે તે પ્રેસિડન્ટ બનવા જઈ રહ્યાં નથી. તમે જાણો છો કે તે શા માટે શક્ય નથી? તે આ દેશમાં જન્મ્યા નથી. ટ્રમ્પે ટેસ્લા અને સ્પેસએક્સ બોસ વિશે કહ્યું, તે દક્ષિણ આફ્રિકામાં જન્મ્યાં હતાં. અમેરિકી બંધારણ અનુસાર પ્રેસિડન્ટ જન્મજાત અમેરિકી નાગરિક હોવો જરૂરી છે.