કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - 'ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટ'થી સન્માન કર્યું હતું. (PTI Photo)

કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – ‘ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટ’થી સન્માન કર્યું હતું. એવોર્ડ પહેલા મોદીને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ‘ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટ’ સાથે અત્યાર સુધી લગભગ 20 આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યાં છે.

વડાપ્રધાન મોદી કુવૈતમાં યોગને લોકપ્રિય બનાવનાર યોગ પ્રેક્ટિશનર શેખા એજે અલ-સબાહ અને બીજા જાણીતા પ્રભાવકોને મળ્યા હતાં. શેખા અલ-સબાહે કુવૈતના પ્રથમ યોગ સ્ટુડિયોની સ્થાપના કરી છે. મોદીએ કુવૈત હેરિટેજ સોસાયટીના પ્રમુખ ફહદ ગાઝી અલાબ્દુલજલીલને પણ મળ્યાં હતાં તથા દુર્લભ હસ્તપ્રતો અને કલાકૃતિઓને સાચવવાના તેમના કાર્યની પ્રશંસા કરી હતી.બે દિવસની મુલાકાતના ભાગરૂપે મોદી શનિવારે કુવૈત પહોંય્યા હતાં. 43 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હતી. અગાઉ 1981માં ઈન્દિરા ગાંધીએ કુવૈતની મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY