(ANI Photo)

સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે. એલ. રાહુલે 2023માં લગ્ન કર્યા હતા. હવે તે બંનેના ઘરે પારણું બંધાવાનું છે. આથિયા શેટ્ટી આવતા વર્ષે બાળકને જન્મ આપશે. આ માહિતી ખુદ રાહુલે ચાહકોને સોશિયલ મીડિયા જણાવી હતી.

તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, બાળકનો જન્મ 2025માં થશે. આમ, સુનિલ શેટ્ટી નાના બનવાના છે, તેમને પરિવારમાં પ્રમોશન મળવાનું હોવાથી તેમના ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે. રાહુલના ચાહકો સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીઓએ પણ કોમેન્ટ કરી છે. તે બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. રાહુલ અને આથિયાના નજીકના મિત્રોને પણ તેમના લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY