ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ તાજેતરમાં બીજિંગ ખાતે ચીનના વિદેશ પ્રધાન વેંગ યીને મળ્યા પછી બંને દેશોએ સરહદ સંબંધિત વિવધ મુદ્દાને ઉકેલવા માટે છ બાબતો પર સહમતી દર્શાવી હતી. આ મીટિંગમાં સરહદ પર શાંતિ જાળવવાની જરૂરિયાત અને વ્યાપાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇન્ડિયન અમેરિકનો માટે ખુશીની વાત એ છે કે, તિબેટ અને સીમા પાર નદી સહયોગ, નાથુ લા સરહદ વ્યાપાર અને કૈલાસ માનસરોવર યાત્રાને ફરીથી શરૂ કરવા જેવી બાબતોમાં સરહદ પાર પ્રવાસન પર સર્વસહમતી સધાઇ હતી. ગત નવેમ્બરમાં કઝાનમાં આયોજિત બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાતને પગલે આ બેઠક યોજાઈ હતી. લદ્દાખના ગલવાનમાં ઘર્ષણને કારણે બંને દેશો વચ્ચે જે અંતર ઊભું થયું તેને ઘટાડવામાં આ બેઠક પ્રથમ નોંધપાત્ર સફળતા હતી.

LEAVE A REPLY