ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બુધવારે જણાવ્યું હતું કે બેંકોએ તેમની પાસેથી ₹6,203 કરોડના દેવા સામે ₹14,131.60 કરોડ વસૂલ કર્યા છે, આમ છતાં તેઓ આર્થિક ગુનેગાર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને બેંકો તેમની પાસેથી તેમના દેવા કરતાં બે ગણી રકમ કેવી રીતે વસૂલ કરી તે ન્યાયી ન ઠેરવે ત્યાં સુધી તેઓ રાહતને હકદાર છે.
માલ્યાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે દેવા વસૂલી ટ્રિબ્યુનલે કિંગફિશર એરલાઇન્સના માથે રૂ.6,203 કરોડનું દેવું હોવાનો ચુકાદો આપ્યો હતો. તેમાં રૂ.1,200 કરોડનું વ્યાજ હતું. નાણાપ્રધાને સંસદમાં જાહેરાત કરી હતી કે ED દ્વારા, બેંકોએ મારી પાસેથી ₹6,203 કરોડના દેવા સામે ₹14,131.60 કરોડ વસૂલ કર્યા છે અને હું હજુ પણ આર્થિક ગુનેગાર છું. બે ગણી રકમની વસૂલાત પછી હું રાહતને હકદાર છું.