પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતી કવિ દિલીપ ઝવેરી, હિન્દી કવયિત્રી  ગગન ગિલ અને અંગ્રેજી લેખક ઈસ્ટરીન કિરે સહિત 21 સાહિત્યકારોનું 2024ના સાહિત્ય અકાદમી પુરસ્કારોનું સન્માન કરવાની બુધવારે જાહેરાત કરાઈ હતી.  આ વર્ષના વિજેતાઓને આઠમી માર્ચ-2025ના રોજ એક સમારોહમાં એવોર્ડથી સન્માનિત કરાશે, જેમાં એક લાખ રૂપિયાની રકમ, એક સ્મૃતિચિહ્ન અને શાલ સામેલ છે.

સાહિત્ય અકાદમીના સચિવ કે. શ્રીનિવાસ રાવે જણાવ્યું કે, ગગન ગિલને તેમના કાવ્યસંગ્રહ ‘મૈં જબ તક આયી બહાર’ માટે, અંગ્રેજીમાં ઇસ્ટરિન કિરેને તેમની નવલકથા ‘સ્પરિટ નાઇટ્સ’ માટે, મરાઠીમાં સુધીર રસાલને વિવેચનસંગ્રહ ‘વિંદાંચે ગુદ્યરુપ’ માટે અને ગુજરાતી કવિ દિલીપ ઝવેરીને ‘ભગવાનની વાતો’(કવિતા) માટે સન્માનિત કરાશે. સંસ્કૃતમાં દીપક કુમાર શર્મા(કાવ્યસંગ્રહ), રાજસ્થાનીમાં મુકુટ મણિરાજ(કવિતાસંગ્રહ), પંજાબીમાં પોલ કૌર(કવિતા સંગ્રહ), કાશ્મીરીમાં સોહન કૌલ(નવલકથા) અને ગુજરાતીમાં દિલીપ ઝવેરી(કાવ્યસંગ્રહ)ને પુરસ્કૃત કરવામાં આવશે.

સાહિત્ય અકાદમીએ બુધવારે 21 ભાષાઓ માટે એવોર્ડની જાહેરાત કરી હતી. સાહિત્ય અકાદમી પ્રતિ વર્ષ 24 ભાષાઓના સર્જકોને પુરસ્કાર સાથે સન્માનિત કરે છે.

 

LEAVE A REPLY