અમેરિકાના વિસ્કોન્સિનમાં સોમવારે ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતાં અને છ લોકોને ઇજા પહોંચી હતાં. ઇજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર કરનાર શાળાની 15 વર્ષની વિદ્યાર્થીની હતી. આ વિદ્યાર્થિની ટ્રાન્સજેન્ડર હોવાની આશંકા છે.
પોલીસે જણાવ્યું હતું કે શૂટરની ઓળખ નતાલી રુપનો તરીકે થઈ હતી.શૂટરે પણ પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો. પોલીસે શૂટર વિશે વધારાની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. ગોળીબારનો હેતુ તરત જ જાણી શકાયો ન હતો.
મેડિસન અબન્ડન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં આ ગોળીબારમાં થયો હતો. પોલીસે શુટિંગની આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી અને વિસ્તારને કોર્ડન કર્યો હતો. ગોળીબારની ઘટના બની ત્યારે આ સ્કૂલમાં આશરે 400 વિદ્યાર્થી હતા. અમેરિકામાં વધી રહેલા ગન કલ્ચરને કારણે તેના દુષ્પરિણામો બની રહ્યા છે. ગોળીબારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.