BAPS Public Affairs @BAPS_PubAffairs

અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રથમ હિન્દુ સાંસદ અને નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર (DNI) નિમાયેલા તુલસી ગબાર્ડે ન્યૂજર્સીમાં રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે તેમણે 1,000થી વધુ ભક્તોને પણ સંબોધિત કર્યા હતાં.

અક્ષરધામમાં દર્શન-પૂજન કર્યા પછી એક્સ પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે પ્રતિષ્ઠિત અક્ષરધામ મંદિર યુએસએની ગત રાત્રે મુલાકાત લેવી મારા માટે સૌભાગ્યની બાબત છે. હું દેશભરમાંથી એકત્ર થયેલાં હિન્દુ નેતાઓ, રોબિન્સવિલેના મેયર અને પરિષદના સભ્યો અને એકતાની વિશેષ સાંજ માટે એકત્ર થયેલા હજારો લોકોના ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું.’

હિન્દુ ધર્મગુરૂઓએ તુલસી ગાબાર્ડનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સ્વાગતથી તુલસી ગાબાર્ડ ભાવુક થયાં હતાં. આ કાર્યક્રમમાં તેમણે પોતે પણ હિન્દુ હોવાનો ગર્વ અનુભવ્યો હતો.
અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ તુલસી ગબાર્ડની નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર તરીકે પસંદગી કરી હતી.

ચાર ટર્મના કોંગ્રેસવુમન, 2020ના પ્રમુખપદના ઉમેદવાર અને NYTના બેસ્ટ સેલિંગ પુસ્તકના લેખક, ગબાર્ડ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ ઝોનમાં સેવા આપી ચુક્યા છે. તેઓ તાજેતરમાં જ ડેમોક્રેટમાંથી રિપબ્લિકન સભ્ય બન્યાં હતાં.
21 વર્ષની ઉંમરે ગબાર્ડે હવાઈ સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રથમ વખત સેવા આપી હતી. 9/11ના હુમલા પછી તેઓ આર્મી નેશનલ ગાર્ડમાં જોડાયા હતા. 2004માં ચૂંટણી લડવાની જગ્યાએ તેમણે 29મી બ્રિગેડ કોમ્બેટ ટીમ સાથે ઇરાકમાં તબીબી એકમમાં સેવા યુનિટમાં સ્વૈચ્છિક સેવા આપી હતી. યુદ્ધ ભૂમિનો અનુભવ મેળવ્યા પછી પછી, ગબાર્ડે 31 વર્ષની વયે યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ માટે ચૂંટણી લડી હતી.

 

LEAVE A REPLY