FILE IMAGE (PTI Photo)

હૃદય સંબંધિત બિમારીને પગલે જાણીતા તબલાવાદ ઝાકિર હુસૈનને સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં છે, એમ તેમના મિત્ર અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ રવિવાર, 15 ડિસેમ્બરે જણાવ્યું હતું. 73 વર્ષીય યુએસ-સ્થિત સંગીતકારને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તેમને ગયા અઠવાડિયાથી હૃદય સંબંધિત બિમારીને કારણે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ચૌરસિયાએ કહ્યું હતું કે તેમની તબિયત ખરાબ છે અને તેઓ અત્યારે આઈસીયુમાં દાખલ છે. અમે બધા પરિસ્થિતિને લઈને ચિંતિત છીએ.

પત્રકાર પરવેઝ આલમે X (અગાઉના ટ્વિટર) પર ઝાકિર હુસૈનનો ફોટો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તબલાવાદક, તાલવાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અલ્લાહ રક્ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી.
ભારત સરકારે 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી તેમનું સન્માન કર્યું હતું. 8 ફેબ્રુઆરી 2009ના રોજ 51મા ગ્રેમી એવોર્ડ્સ માટે હુસૈને મિકી હાર્ટ અને જીઓવાન્ની હિડાલ્ગો સાથેના તેમના સહયોગી આલ્બમ ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ માટે કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી જીત્યો હતો.

હુસૈને કથક નૃત્યાંગના અને શિક્ષિકા એન્ટોનિયા મિનેકોલા સાથે લગ્ન કર્યા હતાં. તેમને બે પુત્રીઓ અનીસા કુરેશી અને ઈસાબેલા કુરેશી છે. અનીસા યુસીએલએમાંથી સ્નાતક થયા છે અને એક ફિલ્મ નિર્માતા છે.

LEAVE A REPLY