આ ફિલ્મ વર્ષ 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝની સીક્વલ છે. ચાહકોને પુષ્પા રાજના જીવનમાં આનંદદાયક સફર પર લઈ જવાનું વચન આપે છે, જે એક કૂલી છે જે લાલ ચંદનના દાણચોરીના વેપાર પર પ્રભુત્વ જમાવે છે. આ ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનિત પુષ્પા 2 ધ રૂલની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અલ્લુ અર્જુનએ પુષ્પા રાજની ભૂમિકા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો, જ્યારે રશ્મિકા મંદાના પુષ્પાની પત્ની શ્રીવલ્લી તરીકેની ભૂમિકામાં ફરી જોવા મળી છે.
આ ફિલ્મે ભારતમાં એડવાન્સ બુકિંગમાં 2,51,9266 ટિકિટો વેચીને રૂ. 73 કરોડની કમાણી કરી છે, જે બાહુબલી 2, જવાન અને RRR જેવી બ્લોકબસ્ટરની એડવાન્સ બુકિંગને પાછળ છોડી દીધી છે. નોર્થ અમેરિકામાં પ્રી-સેલ્સ 2.5 મિલિયન ડોલરના આંકડાને પાર કરી ગયું છે, જે વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રતિસાદનો સંકેત આપે છે. આ ફિલ્મમાં ફહદ ફાસિલ, રાવ રમેશ, અનસૂયા ભારદ્વાજ, સુનીલ અને અન્યો સહિત પુષ્પા 1 માં મુખ્ય ભૂમિકાઓ ભજવનાર કલાકારો હતો તે પણ જોવા મળે છે.
આ ફિલ્મ થોડી લાંબી છે. ફિલ્મમાં જાપાની બંદરમાં લડાઈ, પુષ્પાએ આકસ્મિક રીતે દુબઈમાં હેલિકોપ્ટર ખરીદ્યું અને તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને શ્રીલંકામાં જાય છે તેવું ઇન્ટરનેશનલ લેવલ માટે પણ પ્રયત્ન કર્યા છે. ફિલ્મની શરૂઆતમાં પુષ્પા અને SP ભંવર સિંહ શેખાવત IPS (ફહદ ફાસિલ) વચ્ચે રસપ્રદ ઘર્ષણ થાય છે. જો કે, પુષ્પા અને તેની હાલની પત્ની શ્રીવલ્લી (રશ્મિકા મંદન્ના) વચ્ચેના અનોખા સંબંધને દર્શાવ્યો છે.