પીચટ્રી ગ્રૂપે કોમર્સિયલ પ્રોપર્ટીમાં ક્લીન એનર્જી ફાઇનાન્સિંગ (સ્વચ્છ ઉર્જા ધિરાણ)માં એક અબજ ડોલરના ધિરાણના આંકડાને વટાવી દીધો છે. કંપનીએ 2024 માં યુ.એસ.માં 22 CPACE વ્યવહારો પૂરા કરીને તેણે તેના અગાઉના રેકોર્ડને તોડ્યો હતો.

કંપનીના CPACE ધિરાણમાં હોસ્પિટાલિટી સેક્ટરનો નોંધપાત્ર હિસ્સો છે, જે તેના સમગ્ર પોર્ટફોલિયોમાં 45 ટકા હિસ્સો ધરાવે છે. એટલાન્ટા સ્થિત પીચટ્રીનું નેતૃત્વ મેનેજિંગ પ્રિન્સીપાલ અને સીઇઓ ગ્રેગ ફ્રાઈડમેન કરે છે, જતીન દેસાઈ મેનેજિંગ પ્રિન્સિપાલ અને CFO છે અને મિતુલ પટેલ મેનેજિંગ પ્રિન્સિપાલ છે.

“2019 માં, અમે CPACE લોન્ચ કર્યું, અને આજે અમે અમારા પ્રથમ બિલિયનને વટાવી ગયા છીએ – એક અસાધારણ ટીમ અને પીચટ્રીના વિઝનની મજબૂતાઈનો આ પુરાવો છે,” એમ પીચટ્રીના હોટેલ ધિરાણના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને CPACE ના વડા જેરેડ શ્લોસરે જણાવ્યું હતું. “અમારા મજબૂત પાયાએ માત્ર CPACE ધિરાણમાં પીચટ્રીની સફળતાને વેગ આપ્યો નથી, પરંતુ વ્યાપક વ્યાપારી રિયલ એસ્ટેટ ધિરાણ બજારમાં અગ્રણી તરીકે તેની સ્થિતિ મજબૂત કરી છે.”

તાજેતરની મોર્ગેજ બેંકર્સ એસોસિએશન લોન ઓરિજિનેશન રેન્કિંગ અનુસાર પીચટ્રીને યુ.એસ.માં સાતમા સૌથી મોટા કોમર્સિયલ રિયલ એસ્ટેટ રોકાણકાર-આધારિત ધિરાણકર્તાનો ક્રમ આપવામાં આવ્યો હતો.

પીચટ્રીના CPACE ધિરાણમાં હોસ્પિટાલિટી સેક્ટરનો નોંધપાત્ર હિસ્સો છે, જે પોર્ટફોલિયોમાં 45 ટકા ફાળો આપે છે.કંપનીએ મલ્ટિફેમિલી, સ્ટુડન્ટ હાઉસિંગ અને સિનિયર લિવિંગ સહિતના અન્ય ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે, જે હવે પોર્ટફોલિયોના 22 ટકા અથવા $220 મિલિયનનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે ઔદ્યોગિક, મિશ્ર-ઉપયોગ અને ઓફિસ ક્ષેત્રોમાં CPACE વ્યવહારો પણ કર્યા છે, જે તેની વૈવિધ્યતાને દર્શાવે છે.

“આ પડકારજનક ધિરાણ બજારમાં, CPACE ધિરાણ એ તમામ કોમર્સિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રો માટે તરલતાના નિર્ણાયક સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે,” એમ સ્લોસરે જણાવ્યું હતું. “આ ધિરાણ વિકલ્પ વધુને વધુ આવશ્યક બની રહ્યો છે કારણ કે માલિકો ડેટ મેચ્યોરિટી અને મર્યાદિત પુનર્ધિરાણની તકોનો સામનો કરી રહ્યા છે.”

 

LEAVE A REPLY