જાણીતા ઇન્ટરનેશનલ ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તથા લંડનના હૃદયમાં નવી પેઢીના મનોરંજન અને લેઝર સેન્ટર સમાન સેન્ચ્યુરી સિટી લંડનના પ્રોપર્ટી ડેવલપર શ્રી શરદચંદ્ર ડાહ્યાભાઈ પટેલનું તા. 2જી ડિસેમ્બર 2024ના રોજ નિધન થયું છે.
શરદ પટેલનો જન્મ ભારતમાં નવેમ્બર 1937માં થયો હતો. તેઓ બેચલર પાર્ટી (1984), રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇદી અમીન (1981) અને ઇન ધ શેડો ઓફ કિલીમાંજેરો (1985), જંગલ બુક તથા અન્ય ઘણી ફિલ્મો માટે જાણીતા થયા હતા. તેમણે સાયબોર્ગ 2 એન્જેલિના જોલીને રજૂ કર્યા હતા.
તેમના પુત્રો ઉરુ (ઉર્વેશ) પટેલ અને વિજુ (વિજેન્દ્ર) પટેલ ફિલ્મોનું ડાયરેક્શન કરે છે. તેમના પુત્ર સ્વ. રાજુ પટેલ (અભિનેતા રાજેન્દ્ર કુમારના જમાઈ) પણ ફિલ્મોનું ડાયરેક્શન કરતા હતા. તેઓ પુત્રો ઉપરાંત પુત્રી હસ્મિતા (ટીટી) પટેલ અને પત્ની લલિતાબેન સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.
તેઓ મૂળ આણંદ નજીકના રામોલના વતની હતા અને કેન્યામાં તેમનો ઉછેર થયો હતો. તેઓ છેલ્લા 20 વર્ષોથી લંડન ખાતે રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર અને પ્રાર્થના સભા (બેસણુ) વિષે માહિતી માટે સંપર્ક: વિજુ પટેલ +44 7963 279 390 ઈમેલ: [email protected]