Treatment does not reduce the increased risk of death with molnupiravir
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રસીઓ મૃત્યુમાં ચિંતાજનક વધારો કરવામાં ફાળો આપી શકે તેવા ડરે કેટલાક ડોકટરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સે તમામ COVID-19 mRNA રસીઓને તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા છે.

COVID mRNA રસીના સતત ઉપયોગ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપવા માટે વિશ્વભરમાંથી હસ્તાક્ષર આકર્ષિત કરતી હોપ એકોર્ડ પિટિશનમાં જણાવાયું હતું કે “પુરાવાઓની વધતી જતી સંખ્યા સૂચવે છે કે નોવેલ કોવિડ -19 mRNA રસીના વ્યાપક રોલઆઉટથી અપંગતા અને વધુ મૃત્યુમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જ્યાં સુધી પુરાવા રજૂ ન થાય ત્યાં સુધી, રેગ્યુલેટર્સે પ્રમાણભૂત તબીબી સાવચેતી તરીકે તેનો ઉપયોગ સ્થગિત કરવો જોઈએ.”

યુકેની જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) ને લખાયેલા ખુલ્લા પત્રનો મુસદ્દો બ્રિટિશ ભારતીય કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અસીમ મલ્હોત્રા દ્વારા તૈયાર કરાયો છે, જેમણે તમામ કોવિડ રસીઓ માટે વધુ પુરાવા-આધારિત અભિગમ માટે લાંબા સમયથી ઝુંબેશ ચલાવી છે.

LEAVE A REPLY