જૂનાગઢ-સોમનાથ હાઇવે પર સોમવાર વહેલી સવારે થયેલા કાર અકસ્માતમાં 5 વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત થયા હતાં. આજે વહેલી સવારે માળિયા હાટીના તાલુકાના ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને બ્લાસ્ટ થયો હતો, જેના કારણે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

સોમનાથ જેતપુર હાઇવે પર ભંડુરી નજીક એક કાર સોમનાથ જઇ રહી હતી, ત્યારે કાર ચાલકે કાબુ ગુમાવતાં ડીવાઇડર કૂદાવીને રોંગ સાઇડમાં જઇ રહેલી કાર સાથે ધડાકાભેર ટકરાતાં સાત લોકોના મોત નિપજ્યા હતાં. અકસ્માત સર્જાતા પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકોને માળીયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યા હતો.

કાર સવાર વિદ્યાર્થીઓ કેશોદથી ગડુ ખાતે પરીક્ષા આપવા આપવા માટે જઇ રહ્યા હતાં. આ પાંચેય વિદ્યાર્થીઓ કેશોદની આસપાસના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. મૃતકોમાં અન્ય બે લોકો જાનુડા ગામના વતની હતાં.

LEAVE A REPLY