કેનેડાના એડમોન્ટનમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની શુક્રવાર, 6 ડિસેમ્બરે ગોળી મારી હત્યા કરાઈ હતી. પોલીસે મૃતક વિદ્યાર્થીની ઓળખ ભારતના પંજાબ ના હર્ષનદીપ સિંહ તરીકે કરી હતી. પોલીસે આ કેસમાં બે શંકાસ્પદોની ધરપકડ પણ કરી હતી.

આ બનાવની વિગત અનુસાર 6 ડિસેમ્બરે 106 એન્ડ 107 એવન્યુ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં હર્ષનદીપ સિંહ સિક્યોરિટી ગાર્ડ તરીકે તૈનાત તે સમયે કેટલાક લોકો સાથે ઝપાઝપી થઈ હતી અને ફાયરિંગની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાક્રમના કથિત સીસીટીવી ફૂટેજ પણ કેદ થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે એડમોન્ટનમાં એક એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય ઈન્ડિયન સ્ટુડન્ટની હત્યાના કેસમાં ઇવાન રેન અને જુડિથ સોલ્ટો નામના બે શકમંદની ધરપકડ કરાઈ છે.

LEAVE A REPLY