છેલ્લા કેટલાક મહિનાઓમાં જ્યારથી પણ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ જાહેરમાં સાથે જોવા મળ્યા નથી ત્યારથી મીડિયા અને રાજવી પરિવાર સાથે સંકળાયેલા લોકોમાં શંકા જાગી છે કે, શું તેમના લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી છે. અને હવે, પ્રિન્સ હેરીએ અંતે આ તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મુકતા જણાવ્યું હતું કે, “અમે 10, 12 ઘર ખરીદ્યા અથવા બદલ્યા છે. તેથી 10, 12 વખત પણ છૂટાછેડા લીધા છે એવું જ માની લેવાનું, શું?” 40 વર્ષીય હેરીએ તાજેતરમાં ન્યૂયોર્ક સિટીમાં ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની 2024 ડીલબુક સમિટમાં પોતાના જીવન અને 43 વર્ષીય મેઘન સાથેના તેના લગ્ન સંબંધિત અટકળોની ચર્ચા કરી હતી. આ સમિટમાં, ડીલબુકના સ્થાપક એન્ડ્રુ રોસ સોર્કિને હેરીને દંપતીના અંગત જીવનમાં ઘણા લોકોની રૂચિ હોવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, જ્યારે તેણે ગૂગલ ન્યૂઝ પર પોતાનું નામ શોધ્યું હતું”, સોર્કિને કહ્યું હતું કે, લોકો તમે જે કંઈ પણ કામ કરી રહ્યાં છો તેનાથી આકર્ષાયા હતા. તેઓ એ વાતથી આકર્ષાયા હતા કે, મેઘન હજુ પણ કેલિફોર્નિયામાં છે અને તમે અહીં છો”
તેમને એવું પણ પૂછવામાં આવ્યું કે શા માટે તે બંને કાર્યક્રમોમાં અલગ-અલગ એકલા ઉપસ્થિત રહે છે, સાથે કેમ નહીં, આ અંગે હેરીએ કહ્યું, “તમે મને આમંત્રણ આપ્યું છે, તમારે એ જાણવું જોઈએ!” જોકે, હેરીએ સ્વીકાર્યું હતું કે, તેને જાળવી રાખવું મુશ્કેલ હતું, તેઓ તેને અવગણવાનો પ્રયત્ન કરે છે.
ધ ન્યૂયોર્ક પોસ્ટના રીપોર્ટ મુજબ, પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના છૂટાછેડાની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં જુદા જુદા ઉપસ્થિત રહ્યા હતા. ઘણા લોકો તેને “પ્રોફેશનલ સેપ્રેશન” કહે છે ત્યારે આ પગલું એક નવો “ટ્વીન-ટ્રેક” દૃષ્ટિકોણ હોવાનું કહેવાય છે, જે તેમની છબીને બદલી શકે છે.