શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા મિશન આફ્રિકાના સમર્થનમાં લંડન ખાતે એક આકર્ષક ગાલા કાર્યક્રમનું શાનદાર આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ ફીલાન્થ્રોપીસ્ટ, અગ્રણીઓ અને ચેન્જમેકર્સે હાજરી આપી હતી. કાર્યક્રમમાં 16 આફ્રિકન રાષ્ટ્રોના સૌથી વંચિત પ્રદેશોમાં  SRLC દ્વારા અમલમાં મૂકાયેલા નોંધપાત્ર સખાવતી કાર્યો – પ્રોજેક્ટ્સની ઝલક દર્શાવવામાં આવી હતી.

શ્રીમદ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક, ગુરુ અને માનવતાવાદી નેતા, પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા આ પ્રસંગને બિરદાવવામાં આવ્યો હતો. જેમના માર્ગદર્શન હેઠળ બેનેવોલન્ટ કેર પ્રોગ્રામ દ્વારા SRLC હેલ્થ કેર, શિક્ષણ અને સમુદાય વિકાસ જેવા ક્ષેત્રોમાં અછતગ્રસ્ત સમુદાયોની મદદ કરે છે. સંસ્થા 206 વૈશ્વિક કેન્દ્રો અને 21 મિલિયનથી વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ટ્રેક રેકોર્ડ સાથે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે આશાનું કિરણ બની ગયું છે.

મિશન આફ્રિકા એ SRLCના વિઝનનું વિસ્તરણ છે, જે કેન્યા, માલાવી, તાંઝાનિયા અને યુગાન્ડા સહિત 16 આફ્રિકન દેશોમાં ભૂખમરો, ગરીબી અને બેરોજગારીને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. સ્કૂલ ફીડિંગ પહેલ, પાણી પુરવઠો પૂરો પાડવો અને વ્યાવસાયિક તાલીમ જેવા નવીન કાર્યક્રમો અમલમાં મૂકીને, મિશન આફ્રિકાએ ટૂંકા ગાળામાં 5 મિલિયનથી વધુ લોકોના જીવનને ઉજ્જવળ બનાવ્યું છે.

કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ઉપાધ્યક્ષ આત્મારપિત નેમીજીએ પોતાના મુખ્ય વક્તવ્યમાં મિશન આફ્રિકાની ગ્રાસરૂટ પહેલને જીવંત કરી હતી. જેમાં કેન્યાના માકુનીમાં 55 શાળાઓને દત્તક લેવા, શાળાના બાળકોને દરરોજ 30,000+ ભોજન આપવું, અને વાર્ષિક 2,000,000 લિટર પાણી સંગ્રહ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

SRLC મિશન આફ્રિકાના સલાહકાર બોર્ડના અધ્યક્ષ અમુ શાહ અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રના બાળરોગના વડા અને SRLC મિશન આફ્રિકાના સલાહકાર બોર્ડના સભ્ય આત્મારપિત માનસીજીએ આફ્રિકામાંના તેમના અંગત અનુભવો કહ્યા હતા.

આ પ્રસંગે બાળકોના ભોજન, બોરવેલ ડ્રિલિંગ, શાળાઓ બનાવવી અને આત્મનિર્ભર સમુદાયો બનાવવા માટે આખા ગામોને દત્તક લેવા માટેની મશિન આફ્રિકા પહેલને સમર્થન આપવા માટે સૌએ ઉદાર હાથે દાન કર્યું હતું.

લંડન ટાઉન ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક અને અધ્યક્ષ કૂલેશ શાહે કહ્યું હતું કે આફ્રિકા એક એવો ખંડ છે જેને આપણા બધાના પ્રેમ અને લાગણીની જરૂર છે. ગાલાએ આને વિસ્તૃત કર્યું અને અમને આ પ્રવાસનો ભાગ બનવા માટે પ્રેરણા આપી છે.”

પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શન હેઠળ SRLC દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મળેલી દાનની આવક SRLC મિશન આફ્રિકાની પરિવર્તનકારી પહેલને સીધી રીતે મદદ કરશે.

આ કાર્યક્રમમાં આકર્ષક કલા પ્રદર્શન બ્રશ્ડ બાય ડ્રીમ્સ” રજૂ કરાયું હતું જેમાં વોટર વોક અને યુજી ટેસ્ટિંગ જેવા ઇમર્સિવ તત્વોની સાથે આફ્રિકન બાળકો દ્વારા ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા.

વિખ્યાત જાદુગર માર્ક સ્પેલમેન તથા ગોલ્ડ વોકલ કલેક્ટિવ એ કેપેલા પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા.

વધુ માહિતી માટે અથવા યોગદાન માટે જુઓ srlcmissionafrica.org, ઇમેલ [email protected] અથવા મંથન તાસવાલાનો 07835 237 325 ઉપર સંપર્ક કરો.

LEAVE A REPLY