કેન્યાના નૈરોબીમાં 28 સપ્ટેમ્બર, 1956 ના રોજ જન્મેલા અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અભિનેતા, સ્ટંટમેન અને કવિ કિરણ શાહની નોંધપાત્ર કારકિર્દી ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી છે. પોતાની ઊંચાઈ અને સ્વાસ્થ્ય સાથે પ્રારંભિક પડકારોને પાર કરનાર કિરણભાઇની સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયે પશ્ચીમી મનોરંજન ઉદ્યોગ પર એક અમીટ છાપ છોડી છે અને તે આજે પણ ચાલુ રાખે છે.

પરિવારના ઉછેરથી કિરણભાઇ પોતાના શારીરિક તફાવતો છતાં, જીવનને સંપૂર્ણ રીતે સ્વીકારવા માટે પ્રોત્સાહિત થયા હતા અને લંડન ગયા પછી તેમણે અભિનય અને સ્ટંટનો શોખ અપનાવ્યો હતો. જ્યારે તેઓ રેડ બુદ્ધ થિયેટર કંપની અને આખરે ફિલ્મ ઉદ્યોગમાં જોડાયા ત્યારે તેમને સફળતા મળી હતી. કિરણભાઇએ 50થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ ટ્રાયોલોજી, ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા, ઈન્ડિયાના જોન્સ: રાઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક અને ટાઈટેનિક જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એક સ્કેલ ડબલ, સ્ટંટ પર્ફોર્મર અથવા અભિનેતા તરીકે અધિકૃત રીતે પાત્રોમાં પરિવર્તન કરવાની તેમની ક્ષમતાએ વિશ્વભરના પ્રેક્ષકોને મોહિત કર્યા છે.

કિરણભાઇનું તેમની કળા પ્રત્યેનું સમર્પણ અજોડ છે. તેઓ દરેક ભૂમિકામાં 110% લાવે છે, તેમને પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠમાંના એક તરીકેની પ્રતિષ્ઠા મળે છે. તેમની અસાધારણ કાર્ય નીતિ અને બહુવિધ પાત્રોમાં નિપુણતા મેળવવાની ક્ષમતાએ તેમને ફિલ્મના સેટ પર અનિવાર્ય બનાવ્યા છે. પીટર જેક્સન અને જેમ્સ કેમરન જેવા ડાયરેક્ટર્સે તેમની ચોકસાઈ અને વ્યાવસાયિકતા પર આધાર રાખ્યો છે.

2024માં, કિરણભાઇના જીવનભરના યોગદાનને પ્રિન્સ વિલિયમ દ્વારા MBE એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમની અપ્રતિમ સિદ્ધિઓ અને આગામી પેઢી માટે પ્રેરણાને માન્યતા આપે છે. પડદાની બહાર, કિરણભાઇ ઉત્કૃષ્ટ કવિતાઓ લખે છે અને ટૂંકી ફિલ્મ સ્ટિલ લિવિંગનું કો-ડાયરેક્શન કર્યું છે. તેઓ સૌથી ટૂંકા સ્ટંટમેન અને સૌથી ટૂંકા વિંગ-વોકરનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે.

કિરણ શાહની કથા તેમની દ્રઢતા અને જુસ્સાનો પુરાવો છે, જે સાબિત કરે છે કે સખત પરિશ્રમ અને નિશ્ચયથી કોઈ પણ સપનું સાકાર કરી શકાય છે. તેમનો વારસો ફિલ્મ ઉદ્યોગને પ્રેરણા અને આકાર આપતો રહે છે. www.littlekiran.com

તસવીરમાં ડાબેથી ચૈતન શાહ (કિરણભાઇના ભત્રીજા), મુક્તાબેન શાહ (માતા), કિરણ શાહ, સોનિયા ધામી (કિરણભાઇની ભત્રીજી)

LEAVE A REPLY