વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે 14 નવેમ્બરના રોજ ઇન્ટરફેઇથ બ્રેકફાસ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ઇસ્કોન ભક્તિવેદાંત મનોરનું પ્રતિનિધિત્વ કરનાર વિશાખા દાસીએ વિશાખા સ્ટાર્મરને મંદિરમાંથી લવાયેલી ખીર આપી હતી અને કહ્યું હતું કે ‘’શ્રી સ્ટાર્મરને યુકે સમાજના ફેબ્રિકમાં ધર્મના મહત્વ પર ભાર મૂકતા સાંભળીને આનંદ થયો. તેઓ આ માટે  સ્પષ્ટ હતા.”

સ્ટાર્મરે કહ્યું હતું કે “રોગચાળા દરમિયાન જ્યારે મોટી સંખ્યામાં લોકો આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાના સમયમાં આશ્રય અને આશ્વાસન માટે ધાર્મિક સ્થાનો તરફ વળ્યા હતા. અમે ધાર્મિક જૂથો સાથે સંવાદ અને કામ કરતા પહેલા કટોકટીની રાહ જોવા માંગતા નથી. હું સરકાર અને વિવિધ જૂથો વચ્ચે સતત સંબંધો સ્થાપિત કરવા અને ચાલુ રાખવા માંગું છું.’’

તેમણે માનવતાવાદી કાર્યો, નૈતિક અને નૈતિક વર્તણૂકને પ્રેરિત કરવા, સમુદાય બનાવવા અને લોકોના મન અને હૃદયને શાંતિ પ્રદાન કરવાના સંદર્ભમાં સમાજને તેમના ગહન લાભનો સ્વીકાર કર્યો હતો.

આ બેઠકમાં ઉપસ્થિત નેતાઓએ યુવાનોને સામેલ કરવાની અને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત, આધ્યાત્મિક શિક્ષણની જરૂરિયાત વિષે વાત કરી હતી. સ્ટાર્મરે લગભગ છ મહિનામાં એક બીજી બેઠક યોજવાનું વચન આપ્યું હતું.

તે જ સાંજે ફેઈથ ઈન લેબર દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સમાં આયોજિત બીજી મીટીંગની અધ્યક્ષતા સર સ્ટીફન ટિમ્સ, એમપી અને બેરોનેસ શેરલોક દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY