પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મંગળવારે બપોરે એક ઔદ્યોગિક એકમમાં સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ થતાં ચાર કામદારોના મોત થયાં હતાં. ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક કચરાનું ટ્રીટમેન્ટ કરતી ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીના પરિસરની અંદર સ્ટોરેજ ટાંકી ઉપર મજૂરો કામ કરી રહ્યા હતાં ત્યારે જોરદાર વિસ્ફોટ થયો હતો. તપાસ માટે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પ્રારંભિક અહેવાલો અનુસાર, કંપનીના M.E. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટવાને કારણે વિસ્ફોટ થયો હતો. વેલ્ડીંગ કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો ત્યારે કામદારો ફીડ ટાંકી પર રેલિંગ લગાવી રહ્યા હતા. જાણવા મળ્યું હતું કે જીવ ગુમાવનારા ચાર કામદારોમાંથી ત્રણ ઉત્તર પ્રદેશના હતા જ્યારે એક બિહારનો હતો. અગ્નિશામકો અને સલામતી અને આરોગ્ય વિભાગની એક ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

LEAVE A REPLY