બાઇડન સરકારે સોમવારે કોંગ્રેસને જાણ કરી હતી કે તેને 1.17 બિલિયનના ડોલરમાં MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટર ઇક્વિપમેન્ટ અને સંબંધિત ઇક્વિપમેન્ટના ભારતને વેચાણને મંજૂરી આપી છે.
ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સીએ કોંગ્રેસને એક આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સૂચિત વેચાણથી ભારતની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને અપગ્રેડ કરી શકાશે અને ભારતની વર્તમાન અને ભવિષ્યના જોખમોને રોકવાની ક્ષમતામાં વધારો થશે.
બાઇડને પ્રેસિડન્ટ તરીકે પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ભારત સાથેના આ ડિફેન્સ સોદાને મંજૂરી આપી હતી. પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લેશે.
ભારતે 30 મલ્ટિફંક્શનલ ઇન્ફર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ-જોઇન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ્સ (MIDS-JTRS) ખરીદવાની દરખાસ્ત કરી હતી. તેમાં અદ્યતન ડેટા ટ્રાન્સફર સિસ્ટમ્સ પણ સામેલ છે. મુખ્ય કોન્ટ્રાક્ટર લોકહીડ માર્ટિન રોટરી અને મિશન સિસ્ટમ્સ હશે.