ન્યૂયોર્કના ક્વીન્સમાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને મિત્રની હત્યાના આરોપમાં ‘રોકસ્ટાર’-ફેમ અભિનેત્રી નરગીસ ફખરીની બહેન આલિયા ફખરીની ધરપકડ કરવામાં આવી છે. 43 વર્ષીય આલિયાએ કથિત રીતે બે માળના ગેરેજમાં આગ લગાડી હતી, જેના કારણે એડવર્ડ જેકોબ્સ (35), અને અનાસ્તાસિયા એટિએન (33)નું મૃત્યુ થયું હતું.
આલિયા ફખરી 2 નવેમ્બરના રોજ વહેલી સવારે ગેરેજ પર પહોંચી હતી અને ઉપરના માળે રહેતા જેકોબ્સને સંબોધીને જણાવ્યું હતું કે “તમે બધા આજે મૃત્યુ પામશો”. ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝે જણાવ્યું કે, એક સાક્ષી તેનો અવાજ સાંભળીને બહાર આવ્યો હતો અને તેને જોયું કે બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી.
ઘટના સમયે જેકબ્સ સૂઈ રહ્યો હતો. એલર્ટ મળતા એટિએન નીચે આવી હતી, પરંતુ જેકોબ્સને બચાવવા ઉપર ગઈ હતી, પરંતુ તેમાંથી કોઈ પણ તેને સળગતી ઈમારતમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી શક્યું ન હતું. જેકોબ્સ અને એટિએનનું મૃત્યુ ધુમાડાથી ગુંગણામણ અને થર્મલ ઇજાઓથી થયું હતું