ભારતીય સ્પર્ધા પંચ (CCI)એ પ્લેસ્ટોર પર ગેમિંગ એપ્સના લિસ્ટિંગમાં સંદર્ભમાં કથિત સ્પર્ધા વિરોધી રીતસમો બદલ ગૂગલ અને તેની સહયોગી કંપનીઓની તપાસનો આદેશ આપ્યો હતો. સ્પર્ધા પંચે આ મામલાની તપાસ કરીને 60 દિવસમાં અહેવાલ સુપરત કરવા ડાયરેક્ટર જનરલને આદેશ આપ્યો હતો. આ પગલાથી ભારતમાં ગૂગલની નિયમનકારી મુશ્કેલીમાં વધારો થયો છે.
અગાઉ ભારતમાં ગૂગલને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં તેના પ્રભુત્વનો દુરુપયોગ કરવા બદલ ઓછામાં ઓછા બે દંડ ફટકારવામાં આવ્યા છે.
વિન્ઝો ગેમ્સે દાખલ કરેલી ફરિયાદને આધારે આ આદેશ અપાયો હતો. વિન્ઝો ગેમ્સે આરોપ મૂક્યો છે કે ગૂગલે તેની ઇજારાશાહીનો દુરુપયોગ કરે અને કેટલીક ગેમિંગ એપ્સ તરફેણ કરે છે. તેનાથી બજારમાં સ્પર્ધા સામે અવરોધ ઊભો થાય છે.
24-પાનાના ઓર્ડરમાં નિયમનકારે નોંધ્યું હતું કે DFS અને રમી એપ્સનો પસંદગીયુક્ત સમાવેશ તેમને અનુચિત સ્પર્ધાત્મક લાભ આપે છે. બજારમાં પ્રભુત્વ ધરાવતા પ્લેસ્ટોરથી ડીએફએસ અને રમી એપ્સને લાભ થાય છે. આની સામે રિયલ મની ગેમ એપ્લિકેશન્સને નુકસાન થાય છે. આ ઉપરાંત ગૂગલ રિયલ મની ગેમ એપ્લના ડાઉડલોડિંગ દરમિયાન યુઝર્સને વોર્નિંગ આપે છે, જે ચિંતાજનક છે. આ વોર્નિંગ વિન્ઝોની પ્રતિષ્ઠાને ખરાબ કરે છે અને યુઝર્સ તેનો ઉપયોગ કરતાં નથી.