November 22, 2024. REUTERS/Stringer

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં શિયા અને સુન્ની વચ્ચેના સંઘર્ષમાં 11 દિવસમાં ઓછામાં ઓછા 133 લોકોના મોત પછી હવે સંઘર્ષવિરામની સમજૂતી થઈ હતી. આ આ હિંસક સંધર્ષમાં 178 લોકો ઘાયલ પણ થયાં હતાં.

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યપ્રધાન અલી અમીન ગાંડાપુરની આગેવાની હેઠળની પ્રાંતીય કેબિનેટની બેઠકમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે અશાંત કુર્રમ જિલ્લામાં શાંતિ સ્થાપવામાં આવી છે.સત્તાવાળાઓ સાંપ્રદાયિક હિંસાને કારણે વિસ્થાપિત થયેલા લોકોના સન્માનપૂર્વક પાછા ફરવાની ખાતરી કરવા માટે કામ કરી રહ્યા હતા. જિલ્લામાં અલીઝાઈ અને બાગાન આદિવાસીઓ વચ્ચેની અથડામણો 22 નવેમ્બરે પારાચિનાર નજીક પેસેન્જર વાનના કાફલા પર હુમલા બાદ શરૂ થઈ હતી જેમાં એક દિવસ અગાઉ 47 લોકો માર્યા ગયા હતાં.

અધિકારીએ બેઠકમાં જણાવ્યું કે હિંસાથી મૃત્યુઆંક વધીને 133 થઈ ગયો છે. જીલ્લા વહીવટીતંત્ર આખરે રવિવારે સ્થાયી યુદ્ધવિરામ કરાવવામાં સફળ થયું હતું.

 

LEAVE A REPLY