FILE PHOTO: REUTERS/Amit Dave/File Photo/File Photo

અદાણી ગ્રૂપની કંપનીએ બુધવારે સ્પષ્ટતા કરી હતી કે યુ.એસ. ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ હેઠળ અબજોપતિ ગૌતમ અદાણી અને તેના સહાયકો પર આરોપ મૂકવામાં આવ્યો નથી. તેમની સામે સિક્યોરિટીઝ અને વાયર ફ્રોડ સહિતના અન્ય ત્રણ આરોપો છે, જેમાં વધુમાં વધુ નાણાકીય દંડ થઈ શકે છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ન્યુયોર્ક કોર્ટમાં FCPA સંબંધિત કોઇ આરોપ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી કે વિનીત જૈન સામે નથી. અહીં ઉલ્લેખનીય છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (યુએસ ડીઓજે)એ એક કેસ દાખલ કર્યો હતો.

સોલાર પાવર સેલ કોન્ટ્રાક્ટ માટે ભારતીય અધિકારીઓને 265-મિલિયન ડોલરની લાંચ ચૂકવવાના આરોપના અદાણી ગ્રીન વિવાદના કેન્દ્રમાં છે. કંપનીએ જણાવ્યું હતું કે તેના ત્રણેય એક્ઝિક્યુટિવ્સ પર માત્ર સિક્યોરિટી ફ્રોડ કાવતરું, વાયર છેતરપિંડી ષડયંત્ર અને સિક્યોરિટીઝ છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે, આવા આરોપો માટેના દંડ લાંચ કરતાં ઓછા ગંભીર હોય છે.ગૌતમ અને સાગર અદાણીએ સિવિલ ફરિયાદનો પણ સામનો કરવો પડી શકે છે.

ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી સાથે મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ અમે વાંચી છે. તેમાં કુલ પાંચ કાઉન્ટ (વ્યક્તિગત આરોપ) છે. તૈ પૈકી પ્રથમ અને પાંચમો આરોપ લાંચ અને છેતરપિંડી મામલે છે. તે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ આરોપમાં ક્યાંય ગૌતમ અદાણી કે તેમના ભત્રીજા સાગર અદાણી કે વિનિત જૈનનું નામ નથી.

LEAVE A REPLY