યુરોપિયન યુનિયનમાં યુરો કરન્સીનો ઉપયોગ કરતા 20 દેશોમાં ફુગાવાનો દર નવેમ્બરમાં વધીને 2.3 ટકા થયો હતો. જોકે તેમ છતાં યુરોપીયન સેન્ટ્રલ બેન્ક (ECB)એ વ્યાજદર ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. અમેરિકામાં નવું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આવનારા સમયમાં ટેરિફમાં વધારો ઝીંકશે તેને કારણે વિપરીત અસરની સંભાવના જોતા અર્થતંત્રને ધબકતું રાખવા માટે ઈસીબી વ્યાજદર ઘટાડશે તેવું માનવામાં આવે છે.

યુરોપીયન યુનિયનની સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસેટ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા ડેટા અનુસાર યુરોપીયન યુનિયનનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ નવેમ્બરમાં વધીને 2.3 ટકા થયો હતો, જે ઓક્ટોબરમાં 2 ટકા હતો. જોકે રાહતરૂપ બાબત એ હતી કે એનર્જી પ્રાઈસ એક વર્ષ પહેલાંની સરખામણીમાં 1.9 ટકા ઘટ્યા હતા. સર્વિસીઝ સેક્ટરમાં ફુગાવો 3.9 ટકા વધ્યો હતો, જેને કારણે એનર્જી પ્રાઈસમાં ઘટાડાની રાહત ધોવાઈ ગઈ હતી. સર્વિસીઝ સેક્ટરમાં હેર કટીંગ, મેડિકલ સારવાર, હોટેલ, રેસ્ટોરન્ટ, સ્પોર્ટ્સ, એન્ટરટેઈનમેન્ટનો સમાવેશ થાય છે. ફુગાવાની ચિંતામાં ઈસીબીએ ઘણા સમય સુધી વ્યાજના દર ઊંચા રાખ્યા હતા, જેને કારણે વૃદ્ધિ પર અસર થઈ રહી હતી. ઊંચા વ્યાજદરને કારણે કાર, મકાન વગેરેની ખરીદી કે નવી ફેક્ટરી સ્થાપવાનું પણ મોંઘું થઈ ગયું હતું. તેને કારણે વસ્તુઓની માગ ઘટી હતી.

LEAVE A REPLY