બ્રિટનમાં 2023માં કુલ 900,000થી વધુ લોકોનો માઇગ્રેશનનો રેકોર્ડ નોંધાયો હતો, જે મૂળ અંદાજ કરતાં ખૂબ જ વધારે છે. જોકે વિઝાના કડક નિયમોના કારણે વિદેશથી આવનારાઓની સંખ્યામાં ઘટાડો શરૂ થયો છે તેવું અધિકૃત આંકડા દર્શાવે છે. દેશમાં ઇમિગ્રેશન એક મોટો રાજકીય મુદ્દો છે, જ્યાં મતદારોને એ બાબતની ચિંતા છે કે, જાહેર સેવાઓ આટલી મોટી સંખ્યામાં આવનારા લોકો સુધી પહોંચી શકતી નથી, પરંતુ આરોગ્ય તંત્ર જેવા ક્ષેત્રો કહે છે કે તેઓ વિદેશી કામદારો વગર કામ કરી શકતા નથી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના ડેટામાં જૂન 2023ના અંત સુધી વર્ષ માટે 906,000 કુલ માઇગ્રેશન દર્શાવ્યું હતું, જે 740,000ના અગાઉના અંદાજથી વધુ છે, જેનું ONS દ્વારા 2021થી “અભૂતપૂર્વ” તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. અગાઉની કન્ઝર્વેટિવ સરકારના નિરીક્ષણ હેઠળ 2023માં આ આંકડો રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. તેમણે ઇમિગ્રેશન ઘટાડવાનું વચન આપ્યું હતું અને પરિવારના સભ્યોને લાવતા વિદ્યાર્થીઓ અને કેર વર્કર્સને રોકવા માટે પગલાં લીધા હતા. આ વર્ષે જુલાઇમાં ચૂંટાયેલી નવી લેબર સરકારે પણ કહ્યું છે કે તે પ્રતિભાશાળી વર્કર્સની અછતને દૂર કરવા માટે શ્રમિકોને તાલીમ આપીને સંખ્યા ઘટાડવા ઇચ્છે છે.

LEAVE A REPLY