બાંગ્લાદેશ હાઈકોર્ટે બુધવારે ભૂતપૂર્વ વડાંપ્રધાન અને બીએનપીનાં ચેરપર્સન ખાલેદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા, આ કેસમાં તેમને નીચલી કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. 79 વર્ષીય ખાલેદા ઝિયાને ઢાકાની કોર્ટે 2018માં ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની અવામી લીગ સરકારના કાર્યકાળમાં સાત વર્ષની જેલની સજા અને એક મિલિયન ટાકાનો દંડ પણ ફટકાર્યો હતો.
જસ્ટિસ એકેએમ અસદુઝમાન અને સૈયદ ઈનાયત હુસેનની બેન્ચે ખાલેદા ઝિયાની અપીલના આધારે નીચલી કોર્ટના ચુકાદાને રદ્ કર્યો હતો.