ટેક ફાઇવ ટુ સ્ટોપ ફ્રોડ ઝુંબેશના નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે ઇંગ્લિશને બીજી ભાષા તરીકે બોલતા લગભગ 75 ટકા લોકો કહે છે કે 2024માં ગુનેગારોએ તેમને નાણાકીય અથવા વ્યક્તિગત માહિતી શેર કરવા માટે છેતરવાનો પ્રયાસ કર્યો હતો.
ટેક ફાઇવ ટુ સ્ટોપ ફ્રોડ ઝુંબેશનો ઉદ્દેશ્ય સ્પષ્ટ, સુલભ માહિતી પહોંચાડવાનો છે જે આવા સમુદાયોને જાગ્રત રહેવા અને છેતરપિંડીથી પોતાને બચાવવા માટે સશક્ત બનાવે છે. 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં છેતરપિંડી દ્વારા ગુનેગારોએ £570 મિલિયનથી વધુ રકમની ચોરી કરી હતી. યુકે ફાઇનાન્સના આંકડા દર્શાવે છે કે તમામ અધિકૃત પુશ પેમેન્ટ ફ્રોડ કેસમાંથી લગભગ ત્રણ ક્વાર્ટર (72%) ઓનલાઈન સ્ત્રોતો દ્વારા સક્ષમ છે.
ટેક ફાઈવનો મુખ્ય સંદેશ “સ્ટોપ, ચેલેન્જ અને પ્રોટેક્ટ” છે. આ અંતર્ગત જનતાને પૈસા અને માહિતી આપતા પહેલા થોભી જવા અને વિચારવા તથા આ બાબતે તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિને પૂછવા અને કોઈ કૌભાંડમાં સપડાયા હોય તેવું લાગે ત્યારે શંકાસ્પદ સંદેશાવ્યવહારને પડકારવા અને બેંકને કોઈપણ છેતરપિંડીની જાણ કરીને પોતાને અને અન્યોને સુરક્ષિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
લોકોને મદદ કરવા માટે, ટેક ફાઈવે તેની ‘સ્ટોપ, ચેલેન્જ અને પ્રોટેક્ટ’ સલાહનો યુકેમાં સૌથી વધુ બોલાતી વિદેશી ભાષાઓ ઉર્દૂ અને પંજાબીમાં અનુવાદ કર્યો છે.
ગુનેગારો તમને છેતરવા માટે તમારું નામ, જન્મ તારીખ, સરનામું, બેંક એકાઉન્ટ વિગતો, પાસવર્ડ અથવા પાસકોડ માંગતા હોય છે. ગુનેગારો તમારો વિશ્વાસ મેળવવા માટે નકલી દૃશ્યો બનાવવામાં નિષ્ણાત હોય છે.
વધુ જાણવા જુઓ: takefive-stopfraud.org.uk