સાઉથ ઇસ્ટ લંડનના બૉ વિસ્તારમાં 46 વર્ષના એલન ગેરીની હત્યા કરી અને 56 વર્ષીય મહિલાની હત્યાના પ્રયાસ અંગે ઇસ્ટ લંડનના બૉ વિસ્તારના નેવેનબી વોક E3 ની ફાતિમા ઉમર નામની 21 વર્ષની યુવતી પર આરોપ મૂકવામાં આવ્યો હતો.
ફાતીમા ઉમરને 25 નવેમ્બરના રોજ થેમ્સ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાઇ હતી જેને 27 નવેમ્બરના રોજ ઓલ્ડ બેઇલી કોર્ટમાં હાજર થવા માટે કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યા હતા.
23 નવેમ્બરના રોજ મધ્યરાત્રિ પછી પોલીસને નેવેનબી વોક, બૉ E3માં છરાબાજી અંગે બોલાવવામાં આવી હતી. ઘાયલ થયેલા એલન ગેરીને છરાની ઇજાઓ સાથે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ તપાસ કરવામાં આવી હતી.
તેજ દિવસે 3.00 કલાકે, નેવેનબી વોકમાં નજીકના સરનામે અન્ય છરાબાજી અંગે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જ્યાં પોલીસને એક મહિલા છરીના ઘાથી ઇજાગ્રસ્ત જોવા મળી હતી. જેને હોસ્પિટલમાં સીરવાર આપી રજા આપવામાં આવી હતી.
પોલીસે 45 અને 23 વર્ષના બે પુરૂષો અને 21 વર્ષની મહિલાની હત્યાની શંકાના આધારે ધરપકડ કરી હતી જે ત્રણેયને કોઈ પણ આરોપ વિના છોડી મૂકાયા હતા.
સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ ડિટેક્ટિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.