અમદાવાદના વટવા વિસ્તારની GIDCમાં ગુરુવારે ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ હતી. પોલીસે નકલી ઓસ્ટ્રેલિયન ડોલરનું છાપકાપ કરવાના આરોપમાં ચારની ધરપકડ હતી તથા નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે દરોડા પાડીને નકલી નોટોના આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રોનક ઉર્ફે મીત ચેતન રાઠોડ (24), ખુશ અશોકભાઈ પટેલ (24), મૌલિક શંકરભાઈ પટેલ (36) અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ (20)ની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મૌલિક પટેલ જે ઓસ્ટ્રેલિયાનો સિટીઝન હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY