ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ સર્જયો છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં અણનમ સદી કરી સર ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ બ્રેડમેનનો 29 ટેસ્ટ સદીનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ પોતાના કરીયરની 202મી ઈનિંગમાં આ 30મી ટેસ્ટ સદી નોંધાવી હતી. હવે તે મેથ્યૂ હેડન અને શિવનારાયણ ચંદ્રપૉલની બરાબરીમાં આવી ગયો છે.
વિરાટે 143 બોલમાં બે છગ્ગા અને આઠ ચોગ્ગા સાથે સદી કરી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કોહલીની આ કરિયરમાં 81મી સદી છે અને સૌથી વધુ ઈન્ટરનેશનલ સદીમાં સચિન તેંદુલકરની 100 સદી પછી બીજા ક્રમે છે. જો કે, હાલમાં હજી ક્રિકેટ રમતા હોય તેવા ખેલાડીઓમાં તે 81 સદી સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ઈંગ્લેન્ડનો જો રૂટ 51 સદી સાથે બીજા અને રોહિત શર્મા 48 સદી સાથે ત્રીજા ક્રમે છે.