(Photo by Drew Angerer/Getty Images)

20 જાન્યુઆરી, 2025માં શપથગ્રહણ પહેલા અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે નાણાપ્રધાન સહિતના મહત્ત્વના હોદ્દા માટે નામોની જાહેરાત કરી હતી. નાણાપ્રધાન તરીકે જાણીતા ઇન્ટરનેશનલઇન્વેસ્ટર સ્કોટ બેસેન્ટ, શ્રમ પ્રધાન તરીકે લોરી ચાવેઝ-ડીરેમર અને આગામી સર્જન જનરલ તરીકે ડૉ. જેનેટ નેશીવાટની પસંદગી કરી હતી.

આગામી પ્રેસિડન્ટ ટ્રમ્પે નાયબ નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી તરીકે એલેક્સ વોંગ અને કાઉન્ટરટેરરિઝમના સિનિયર ડાયરેક્ટર તરીકે ડૉ. સેબેસ્ટિયન ગોર્કાના નામની જાહેરાત કરી હતી.

ભૂતપૂર્વ સાંસદ ડૉ. ડેવ વેલ્ડનની સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડાયરેક્ટર તરીકે FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ના કમિશનર તરીકે માર્ટી મેકરી તથા હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ પ્રધાન તરીકે સ્કોટ ટર્નરને પસંદ કરાયા છે. રસેલ થર્લો વોટને યુએસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB)ના ડાયેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ તમામ નિમણૂંકો 20 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. તે દિવસે ટ્રમ્પ યુએસના 47મા પ્રેસિડન્ટ તરીકે શપથ લેશે. આ ઉમેદવારો પોતપોતાના હોદ્દા પર શપથ લે તે પહેલા યુએસ સેનેટની મંજૂરી જરૂરી છે.
નામાપ્રધાન અંગે ટ્રમ્પે હતું કે “સ્કોટને અગ્રણી આંતરરાષ્ટ્રીય રોકાણકારો તથા ભૌગોલિક અને આર્થિક વ્યૂહરચનાકાર તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધિ ધરાવે છે. સ્કોટની કહાની અમેરિકન ડ્રીમની છે. બેસેન્ટ અમેરિકન રોકાણકાર, પરોપકારી અને શિક્ષક છે. તેઓ કી સ્ક્વેર ગ્રુપના સ્થાપક અને સીઈઓ છે.

સ્કોટ બેસેન્ટ અબજોપતિ અમેરિકન રોકાણકાર, પરોપકારી અને શિક્ષણવિદ છે. તેઓ કી સ્ક્વેર ગ્રુપના સ્થાપક અને સીઈઓ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણા મહાન દેશની 250મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ તેઓ મને અમેરિકા માટે એક નવા સુવર્ણ યુગની શરૂઆત કરવામાં મદદ કરશે. અમે વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાના હબ અને મૂડીરોકાણના કેન્દ્ર તરીકે આપણા દેશની સ્થિતિને વધુ મજબૂત બનાવીશું. અમે યુએસ ડોલરને વિશ્વની રિઝર્વ કરન્સી તરીકે કોઇ પણ સવાલ વગરે હંમેશા જાળવી રાખવી રાખીશું.

LEAVE A REPLY