કેરળમાં વાયનાડ લોકસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસનાં ઉમેદવાર પ્રિયંકા ગાંધીનો પ્રચંડ વિજય થયો છે. અગાઉ આ બેઠક કૉંગ્રેસની જ હતી. પ્રિયંકાનો ત્યાં 4,10,931 મતની સરસાઇથી વિજય થયો છે, પ્રિયંકાને કુલ 6,22,338 મત મળ્યા છે જ્યારે તેમના હરિફ કોમ્યુનિસ્ટ પક્ષના સત્યેન મોકરી અને ભાજપની નાવ્યા હરિદાસ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે રહ્યા હતા. પ્રિયંકાએ ભાઈ રાહુલ ગાંધીનો 3.65 લાખની સરસાઈનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. મતદાન ઓછું થયું હોવા છતાં પ્રિયંકા મોટી સરસાઇથી જીત મેળવી હતી. 2024માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી આ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ તેઓ ઉત્તરપ્રદેશની રાયબરેલીની બેઠક પરથી પણ વિજયી થયા હોવાથી તેમણે વાયનાડ બેઠક નિયમ મુજબ ખાલી કરી હતી. પ્રિયંકા ગાંધીએ પ્રથમવાર આ ચૂંટણી લડીને તેમના રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

LEAVE A REPLY