બીએપીએસ દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે કાર્યકર સુવર્ણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી એક લાખ જેટલા કાર્યકરો-હરિભક્તો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે, 7મી ડિસેમ્બર પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતી છે અને એ જ દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે. ભગવાન સ્વામિનારાયણે આપેલા વૈદિક તત્ત્વજ્ઞાનને આધારે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી હતી. જેમાં શરૂઆતમાં ખૂબ જ ઓછા હરિભક્તો અને સંતો હતા. પરંતુ જેમ જેમ સંસ્થાનો વિકાસ થયો તેમ તેમ તેનાં કાર્યોમાં સંતોનું તથા હરિભક્તોનું યોગદાન વધતું ગયું હતું. આ કાર્યક્રમમાં બીએપીએસના સંતો ઉપરાંત મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ માટે કાર્યકરોને ખાસ ડ્રેસ કોડ અપાયો છે. પુરુષ કાર્યકરોએ કાળા કલરનું પેન્ટ અને સંસ્થા દ્વારા જર્સી અપાશે. જ્યારે મહિલાઓ માટે ડ્રેસ નક્કી કરાયો હોવાનું હરિભક્તોએ જણાવ્યું છે. અન્ય રાજ્યોમાંથી અમદાવાદ જવા માટે બસો મૂકવામાં આવી છે. વિદેશથી આવનારા ભક્તો માટે પણ અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. આ અવસરે કાર્યકરોએ કરેલી સેવાને બિરદાવાશે, જેના દ્વારા કાર્યકરોને હજુ સારું કાર્ય કરવાનું બળ મળશે. કાર્યકરો જીવનમાં એક અનોખી આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કેટલા કાર્યકરો હજાર રહેશે
અમદાવાદ-ગાંધીનગર 30,000
વડોદરા શહેર 7,000
વડોદરા જિલ્લો 2,100
સુરત 4,000
રાજકોટ 2,600