(PTI Photo)

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને બીજા કર્મચારીઓ સામે અમેરિકામાં લાંચનો આરોપ મૂકવામાં આવ્યા પછી અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીએ પછી ગુરુવાર, 21 નવેમ્બરે 600 મિલિયન ડોલરના બોન્ડ ઇશ્યૂને રદ કર્યો હતો.
અમેરિકામાં પ્રોસેક્યુટર્સે 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો આરોપ મૂક્યાના થોડા કલાકો પહેલા કંપનીએ 20 વર્ષની મુદતના ગ્રીન બોન્ડનું વેચાણ કર્યું હતું. આ બોન્ડ ઇશ્યૂ ત્રણ ગણો છલકાયો હતો. જોકે આરોપો પછી તેને રદ કરાયો હતો.

અદાણી ગ્રીન એનજીએ શેરબજારોને આપેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુનાઈટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અમારા બોર્ડ સભ્યો ગૌતમ અદાણી અને સાગર અંદાણી સામે ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગુનાહિત આરોપ મક્યા છે અને સિવિલ ફરિયાદ દાખલ કરી છે. યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનનો પણ આવા ફોજદારી આરોપમાં સમાવેશ કર્યો છે. આ ઘટનાક્રમને પગલે અમારી પેટાકંપનીઓએ સૂચિત યુએસડી ડિનોમિનેટેડ બોન્ડ ઓફરિંગમાં આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.

ગયા વર્ષે અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રીસર્ચના ગંભીર આક્ષેપોને પગલે અંદાણી એન્ટરપ્રાઇઝે રૂ.20,000 કરોડની ફોલો-ઓન-પબ્લિક ઓફર (FPO) રદ કરી હતી. આ ઇશ્યૂ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો, પરંતુ ગ્રુપે તમામ રોકાણકારોને નાણા પરત આપ્યા હતા

LEAVE A REPLY