અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે ગ્રૂપ અમેરિકામાં 15,000 નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખીને યુએસ એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. ભારત અને યુ.એસ. વચ્ચેની ગાઢ ભાગીદારીનો ઉલ્લેખ કરીને અદાણીએ જણાવ્યું હતું કે યુ.એસ.માં જંગી રોકાણ કરવા માટે ગ્રૂપ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા પણ પ્રતિબદ્ધ છે.
અદાણી X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે અભિનંદન ડોનાલ્ડ ટ્રમ્પ. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી ગાઢ બનતી જશે તેમ અદાણી ગ્રૂપ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા માટે અને 15,000 નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખીને યુએસ ઉર્જા સુરક્ષા અને રિઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા પ્રતિબંધ છે.