ચારેય વેદનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરનારા પદ્મશ્રી સાહિત્યકાર દયાળજી માવજીભાઇ પરમારનું ગુરુવાર, 14 નવેમ્બરે રાજકોટની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 89 વર્ષના હતા. તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને પદ્મશ્રી પુરસ્કારની સન્માનિત કરાયા હતા.
દયાળ મુનિની તબિયત લથડતાં તેમને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજૂક હતી. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આઘાત લાગ્યો હતો.
દયાળ મુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબીના ટંકારામાં થયો હતો. તેઓ સંસ્કૃતના શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધારક અને શ્રેષ્ઠ વૈદ્ય હતાં.દયાળ મુનિએ ચારેય વેદના મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને આઠ પુસ્તકો સમર્પિત કર્યા હતા.