નકલી ક્લિનિક્સથી એક ડગલું આગળ વધીને નકલી ડોકટરોના એક ગ્રુપે ભવ્ય સમારંભ સાથે સુરતમાં એક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખોલી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં અતિથિ તરીકે ટોચના વહીવટી અને પોલીસ અધિકારીઓનું નામ આપ્યું હતાં. જોકે ઉદ્ઘાટનના એક દિવસ પછી દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો ગયો હતો અને સરકારે તેની સીલ કરી દીધી હતી.
પોલીસે કહ્યું હતું કે હોસ્પિટલના પાંચ સહ-સ્થાપકમાંથી ઓછામાં ઓછા બે નકલી ડિગ્રી ધરાવે છે. અન્ય ત્રણ સહ-સ્થાપકોની ડીગ્રીઓ અંગે પણ આશંકા છે અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં હાલમાં બંધ થયેલી જનસેવા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું રવિવારે લોકાર્પણ કરાયું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે “ઉદઘાટન કાર્યક્રમ માટે પેમ્ફલેટમાં આયુર્વેદિક દવાની ડિગ્રી ધરાવતા ડૉક્ટર તરીકે ઓળખ આપનાર બીઆર શુક્લા સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ કેસ છે અને તે નકલી ડૉક્ટર છે. અન્ય સહ-સ્થાપક આરકે દુબેએ પોતાની પાસે ઇલેક્ટ્રો-હોમિયોપેથીમાં ડિગ્રી હોવાનો દાવો કર્યો હતો. તેની સામે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ કેસ છે. આ બે નકલી ડિગ્રી ધરાવે છે.
અન્ય સહ-સ્થાપક જીપી મિશ્રા પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ કેસોનો સામનો કરી રહ્યાં છે. તેમની ડિગ્રીની ચકાસણી થવાની બાકી છે. હોસ્પિટલ પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતભરમાં નકલી અધિકારી, નકલી ટોકનાકા, નકલી જજના કિસ્સા નોંધાયા છે.