પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાનો ભાઈ અનમોલ બિશ્નોઈની અમેરિકાના કેલિફોર્નિયામાં ધરપકડ થઈ હોવાની મીડિયામાં અહેવાલમાં જણાવાયું હતું. જોકે આ અંગે કોઇ સત્તાવાર માહિતી મળી શકી ન હતી. લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે અને વૈશ્વિક ગુનાહિત સિન્ડિકેટ ચલાવે છે.

અનમોલ બિશ્નોઈ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા અને ગયા મહિને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા તેમજ આ વર્ષે જૂનમાં અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર ફાયરિંગ સહિત અનેક હાઈ-પ્રોફાઈલ કેસોમાં વોન્ટેડ છે. આ મહિનાની શરૂઆતમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેને યુએસથી પરત લાવવા માટે પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરી હતી.

મહારાષ્ટ્રની વિશેષ અદાલતે તેની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. વૈશ્વિક કાયદા અમલીકરણ એજન્સી ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ભારતની એન્ટી ટેરર એજન્સી NIAએ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યો છે અને તેની ધરપકડ માટે ₹10 લાખના ઈનામની જાહેરાત કરી છે.

LEAVE A REPLY