(PTI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 17 નવેમ્બરે તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં નાઇજિરિયા પહોંચ્યા હતા. 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા નાઈજીરીયાની આ પ્રથમ મુલાકાત છે. નાઇજિરિયાના પ્રેસિડન્ટ અહેમદ ટીનુબુના આમંત્રણ પર તેઓ આ આફ્રિકન દેશની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ હાલમાં નાઈજિરીયા, બ્રાઝીલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે છે. બ્રાઝીલમાં તેઓ જી-20 સમીટમાં પણ હાજરી આપશે.

મોદીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કહ્યું હતું કે નાઈજિરીયામાં ભારતીય સમુદાયનું આટલું ઉષ્માભર્યું અને ઉત્સાહપૂર્ણ સ્વાગત હ્રદયસ્પર્શી રહ્યું હતું. નાઇજીરીયામાં, મરાઠી સમુદાયે મરાઠીને ક્લાસિકલ ભાષાનો દરજ્જો મળવા પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓ તેમની સંસ્કૃતિ અને મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહે છે તે ખરેખર પ્રશંસનીય છે.

18-19 નવેમ્બરે રિયો ડી જાનેરોમાં યોજાનારી સમિટમાં 19મી જી-20 સમીટમાં મોદી, મોદી, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને યુએસ પ્રમુખ જો બાઇડન સહિતના વૈશ્વિક નેતાઓ હાજરી આપશે. મોદી પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં 19 થી 21 નવેમ્બર સુધી ગુયાના જશે. 50થી વધુ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે.

 

LEAVE A REPLY