સ્વિગીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીહર્ષ મેજેટીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે તેના પ્રારંભિક પબ્લિક ઇશ્યૂ (IPO)ના લિસ્ટિંગ સમારોહ પહેલા ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણને સ્મૃતિચિહ્ન આપ્યું. REUTERS/Francis Mascarenhas

ઓનલાઇન ફૂડ ડિલિવરી એન્ડ ક્વિક કોમર્સ કંપની સ્વિગીના પબ્લિક ઇશ્યૂ (આઇપીઓ)ના બુધવાર, 13 નવેમ્બરે શેરબજારમાં લિસ્ટિંગ સાથે કંપનીના આશરે 500 હાલના અને ભૂતપૂર્વ કર્મચારીઓ કરોડપતિની ક્લબમાં સામેલ થયા હતા.

કંપની એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન (ESOP) હેઠળ તેના કુલ 5,000 કર્મચારીઓને ₹9,000 કરોડના શેર આપ્યા રહ્યાં હતા. આ કર્મચારીઓ એક મહિનાના લોક-ઇન પિરિયડ પછી શેરનું વેચાણ કરી શકશે. સૌથી વધુ લાભ કંપનીના સહ-સ્થાપક અને ગ્રૂપ સીઈઓ શ્રીહર્ષ મજેટીને થશે. તેમની પાસે રૂ.1,894 કરોડનું ESOP હોલ્ડિંગ્સ છે. તેવી જ રીતે, સ્વિગીના ઈન્સ્ટામાર્ટ ડિવિઝનના સીઈઓ અમિતેશ ઝા પાસે આશરે રૂ.126 કરોડની કિંમતના ESOP છે જ્યારે સ્વિગીના ફૂડ માર્કેટપ્લેસના સીઈઓ રોહિત કપૂર પાસે રૂ. 92 કરોડનું હોલ્ડિંગ છે.

સ્વિગીના આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ.371થી 390 હતી. 390ના ભાવને આધારે કુલ 5,000માંથી 500 કર્મચારીઓ કરોડપતિ બન્યા હતા. સ્વિગીના શેરનું આઇપીઓ ભાવ કરતાં આશરે 8 ટકા ઊંચા ભાવે લિસ્ટિંગ થયું હતું. સ્વિગીની ₹11,327 કરોડનો આઇપીઓ 3.59 ગણો છલકાયો હતો.

LEAVE A REPLY