(ANI Photo)

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના શહેરોમાં જવાની પાકિસ્તાનની યોજનાને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન આ ટ્રોફીની સ્કર્દુ, મુરી અને મુઝફ્ફરાબાદમાં ટુર કરવાની યોજના બનાવી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ જાહેર કરેલા ટ્રોફી ટુરના પ્રોગ્રામ સામે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનમાં આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે. જેને લઈને ICC(ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ ટુર્નામેન્ટની ટ્રોફી પાકિસ્તાનને મોકલી દીધી છે. આ ટ્રોફી ઇસ્લામાબાદ પહોંચી હતી. હવે PCB આ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં લઇ જઈ શકશે નહીં. હકીકતમાં પાકિસ્તાન સરકારે એક યોજના તૈયાર કરી હતી કે ટ્રોફીને 16 થી 24 નવેમ્બરની વચ્ચે સમગ્ર પાકિસ્તાનમાં લઈ જશે. ટ્રોફીને વિશ્વના બીજા સૌથી ઊંચા પર્વત શિખર K2 પર પણ લઈ જવાનું આયોજન હતું.

LEAVE A REPLY