અષ્ટાંગ યોગ ગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા શરથ જોઈસનું વર્જિનિયા યુનિવર્સિટીની નજીક હાઇકિંગ દરમિયાન 11 નવેમ્બરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 53 વર્ષના હતાં. તેમના અવસાનને તેમની બહેન શર્મિલા મહેશે પુષ્ટી આપી હતી.
જોઈસના યોગ કેન્દ્ર, શરદ યોગ કેન્દ્રે પણ તેમના નિધનના સમાચારને પુષ્ટી આપતાં જણાવ્યું હતું કે તેમનું 11 નવેમ્બરના રોજ વર્જિનિયામાં અવસાન થયું હતું. ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર જોઈસ અમેરિકામાં યોગ ટુર પર હતાં અને નવેમ્બરના અંતમાં સેન એન્ટોનિયો, ટેક્સાસમાં વર્ગો યોજવાના હતાં. ભારત અને વિશ્વભરમાં તેમના યોગકેન્દ્રમાં અષ્ટાંગ યોગ શીખવા હજારો શિષ્યો હાજરી આપતા હતાં.
શરદ જોઈસ અષ્ટાંગ યોગને વિશ્વભરમાં લોકપ્રિય બનાનારા યોગ ગુરુ કૃષ્ણ પટ્ટાભીના પૌત્ર હતાં. તેમણે દાદા કૃષ્ણ પટ્ટાભી જોઈસ પાસેથી આ યોગની કળા શીખી હતી. ગુરુ કૃષ્ણ પટ્ટાભિ દુનિયાભરમાં પ્રસિદ્ધ હતાં અને તેમને ફોલો કરનારાઓમાં ગ્લેનેથ પાલ્ટ્રો અને મૈડોના જેવી સેલેબ્સ પણ સામેલ હતી. 2009માં પોતાના દાદાના અવસાન બાદ જોઈએ તેમની વિરાસત સંભાળી હતી