બ્રિટનના પ્રથમ અશ્વેત કેબિનેટ મિનિસ્ટર અને રેસીયલ જસ્ટીસ પરના આર્કબિશપ્સ કમિશનના અધ્યક્ષ લોર્ડ બોટેંગે જણાવ્યું છે કે ‘’ચર્ચની અંદર અશ્વેત લોકો અને અન્ય રંગીન લોકોની પ્રગતિને જકડી રાખનાર સ્પષ્ટ ખામીઓ હતી અને નવો અહેવાલ ચર્ચની રેન્કમાં વંશીય લઘુમતી પાદરીઓના પ્રતિનિધિત્વ અને પ્રગતિ પર યોગ્ય રીતે દેખરેખ રાખવામાં નિષ્ફળતાનું “ચોક્કસ અને શરમજનક” ચિત્ર દોરે છે.
કમિશન દ્વારા છ મહિના સુધી ચર્ચના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી અને બિન-શ્વેત પાદરીઓ સાથે તેમના અનુભવો વિશે વાત કર્યા પછી બનાવવામાં આવેલ બિહાઇન્ડ ધ સ્ટેઇન્ડ-ગ્લાસ નામના અહેવાલમાં જણાવાયું છે કે “સંતુલન પર, પુરાવા ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં માળખાકીય અને સંસ્થાકીય જાતિવાદ બંનેના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં પ્રણાલીગત જાતિવાદ અવિરત ચાલુ રહ્યો છે. સંસ્થાકીય જાતિવાદ ચર્ચની અંદર એક વ્યાપક અવરોધ હોવાનું માનવામાં આવે છે, જે ભેદભાવપૂર્ણ પ્રથાઓ અને સાંસ્કૃતિક જાગૃતિના અભાવ દ્વારા દર્શાવવામાં આવે છે.”
બોટેંગે કહ્યું હતું કે “બ્લેક હિસ્ટ્રી મન્થને બદલે, ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં સત્તા અને પ્રભાવનો ઉપયોગ કરનારાઓ તેમની પ્રથાઓમાં દેખાતી સ્પષ્ટ ખામીઓને દૂર કરવામાં વારંવાર નિષ્ફળતાઓને સમાપ્ત કરીને ઈતિહાસ રચી શકે છે.’’
2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાદરીઓની ભૂમિકા માટે 15 ટકા અરજદારો અશ્વેત હતા, પરંતુ માત્ર 3 ટકા પોસ્ટ અશ્વેત અરજદારોને મળી હતી. લિવરપૂલના ડાયોસીસમાં, 98 ટકા પાદરીઓ શ્વેત છે અને બે ટકા સાઉથ એશિયન છે. જ્યારે સધર્કમાં 83 ટકા શ્વેત અને 11 ટકા 17 ટકા અશ્વેત છે.