(Photo by MAURO PIMENTEL/AFP via Getty Images)

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 જાન્યુઆરી કોન્સર્ટ યોજવાની જાહેરાત કરી હતી. તેઓ ત્રણ મુંબઈ શો પૂરા કર્યાના થોડા દિવસો બાદ અમદાવાદમાં પરફોર્મ કરશે.. લેટેસ્ટ શો માટેની ટિકિટનું વેચાણ 16 નવેમ્બરે 12 વાગ્યાથી બુકમાય શો પર ચાલુ થશે.

બેન્ડે 13 નવેમ્બરના રોજ શોની જાહેરાત કરી હતી. X પર એક પોસ્ટ શેર કરતા તેઓએ લખ્યું હતું કે 2025 અમદાવાદની તારીખની જાહેરાત. બેન્ડ તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો શો 25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરશે. શનિવાર, 16ના રોજ ટિકિટનું વેચાણ થશે.

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈ કોન્સર્ટ માટે ભારતીય ચાહકોમાં જોરદાર ઉત્સાહ મળ્યા પછી આ જાહેરાત કરાઈ હતી. મુંબઈમાં 18-19 જાન્યુઆરીએ ડીવાય પાટિલ સ્પોર્ટસ સ્ટેડિયમ ખાતે યોજનારા આ બેન્ડના શોની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને ચાહકો નિરાશ થયા હતાં. હવે ક્રિસ માર્ટિન અને તેનું બેન્ડ 25 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ કોન્સર્ટ કરશે.

મુંબઈ કોન્સર્ટ માટે 22 સપ્ટેમ્બરે ટિકિટોનું વેચાણ ચાલુ થયું હતું અને 30 મિનિટમાં જ બંધ થઈ ગયું હતું. ટિકિટની માંગ એટલી હતી કે ટિકિટ સેલિંગ પ્લેટફોર્મ ક્રેશ થઈ ગયું હતું. ટિકિટોના કાળાબજાર ચાલુ થયા હ.
કોલ્ડપ્લેની શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી. આ બેન્ડમાં ક્રિસ માર્ટિન (ગાયક અને પિયાનોવાદક), જોની બકલેન્ડ (ગિટારવાદક), ગાય બેરીમેન(બાસવાદક) અને વિલ ચેમ્પિયન (ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ)નો સમાવેશ થાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments