રશિયા દેશના ઘટી રહેલા જન્મદરની સમસ્યાને પહોંચી વળવા ‘સેક્સ મંત્રાલય’ ચાલુ કરવાની વિચારણા કરી રહ્યું છે. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના વફાદાર અને રશિયન સંસદની કૌટુંબિક સુરક્ષા સમિતિના અધ્યક્ષ નીના ઓસ્ટાનિના આવા મંત્રાલયની માંગણી કરતી અરજીની વિચારણા કરી રહ્યાં છે, એમ મંગળવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
દેશના અધિકારીઓ વસ્તી વિષયક ઘટાડાને રોકવા માટે પુતિનના આદેશને પહોંચી વળવા અસંખ્ય આઇડિયાની વિચારણા કરી રહ્યાં છે. ફેબ્રુઆરી 2022થી યુક્રેન સાથે ચાલતા યુદ્ધથી રશિયાની સૈનિકોની મોટાપાયે જાનહાનિ થઈ હોવાનું માનવામાં આવે છે.
જન્મદરમાં વધારો કરવા માટે રાત્રે 10 અને 2 વાગ્યા સુધી ઇન્ટરનેટ અને લાઇટ પણ બંધ કરવાનો દરખાસ્ત છે, જેથી યુગલોને સમાગમ કરવા માટે પ્રોત્સાહન મળી શકે છે. મહિલાઓને ઘરમાં જ રહીને બાળકોનો ઉછેર કરવા માટે નાણાકીય પ્રોત્સાહનની પણ દરખાસ્ત છે. યુગલો માટે હોટલમાં વેડિંગ નાઇટ માટે સરકારી નાણા આપવાની પણ વિચારણા છે.