ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચુડ અને નવા ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના (PTI Photo)

જસ્ટિસ સંજીવ ખન્નાએ સોમવાર, 11 નવેમ્બરની ​​સવારે ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે દેશના ટોચના કાનૂની પદ પરથી નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના સ્થાન સંભાળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં 64 વર્ષીય જસ્ટિસ સંજીવ ખન્નાને મુખ્ય ન્યાયાધીશના પદના શપથ લેવડાવ્યા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ છ મહિના રહેશે, કારણ કે તેઓ આવતા વર્ષે 13 મેના રોજ નિવૃત્ત થવાના છે.

આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય પ્રધાનોએ હાજરી આપી હતી. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ હાજર હતા.

દિલ્હીમાં જન્મેલા ચીફ જસ્ટિસ ખન્નાએ સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની કેમ્પસ લો કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો.

અગાઉ શુક્રવારે 50મા ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડીનો વિદાય સમારંભ યોજાયો હતો. જસ્ટિસ ચંદ્રચૂડ 9 નવેમ્બર, 2022એ ચીફ જસ્ટિસ બન્યા હતાં. શુક્રવાર તેમનો કામકાજનો છેલ્લો દિવસ હતો. તેઓ રવિવાર, 10 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. તેમના પ્રતિષ્ઠિત પિતા વાય વી ચંદ્રચુડે 1978થી 1985 સુધી દેશના સૌથી લાંબા સમય સુધીના CJI તરીકે સેવા આપી હતી.

LEAVE A REPLY