મિનેસોટા સ્ટેટ કેપિટોલ ખાતે ઇન્ડિયન અમેરિકનોએ લેફ્ટનન્ટ ગવર્નર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 15 ઓક્ટોબરે મિનેસોટામાં એસોસિએશન ઓફ ઈન્ડિયન્સ ઇન અમેરિકા, AIA-મિનેસોટા દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર પેગી ફ્લેનિગન સાથે સેન્ટ પોલમાં સ્ટેટ કેપિટો ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
આયોજકોના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં આ બીજી ઉજવણી છે, જે રાજ્યને સ્ટેટ કેપિટોલમાં દિવાળીની વાર્ષિક કાર્યક્રમ તરીકે ઉજવણી કરવા માટે તેને સંસ્થાકીય બનાવવાના હેતુ સાથે આગળ વધારે છે. હિન્દુ સોસાયટી ઓફ મિનેસોટા (HSMN) ના મુખ્ય પૂજારી મુરલી ભટ્ટારજી દ્વારા પ્રાર્થનાના પઠન સાથે ઉજવણીની શરૂઆત થઈ હતી. શ્રુતિ રાજશેખરે ભગવાન રામનું ભજન રજૂ કર્યું હતું, જેમાં લોકો પણ જોડાયા હતા. વેયઝાટા હાઈસ્કૂલનાં જુનિયર સિદ્ધિ તંત્રીએ પરંપરાગત ભારતીય શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. હાઇસ્કૂલના અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મિનેસોટા સ્ટેટ રીપ્રેઝન્ટટેટિવ્ઝ ક્રિસ્ટીન રોબિન્સ અને ગિન્ની ક્લેવોર્ન અને અન્ય સરકારી અધિકારીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને હિન્દુ સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યમાં 40 હજારથી વધુ વસ્તી ધરાવતા ઇન્ડિયન અમેરિકનોના યોગદાનની પ્રશંસા કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નર ફ્લેનિગને પણ આ અવસરે ખુશી વ્યક્ત કરીને પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

 

LEAVE A REPLY